બજેટ સત્રની શરુઆતમાં બન્ને સદનમાં શૂન્યકાળ નહી રહે.

  • હાલની લોકસભાના આઠમાં સત્રની શરુઆત 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીથી શરુ થનાર છે જેની શરુઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ રહેશે.
  • લોકસભામાં આ વર્ષના બજેટ સત્રમાં પહેલા બે દિવસ કોઇ શૂન્ય કાળ (Zero Hour) નહી હોય એટલે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ શૂન્યકાળ સ્થગિત રહેશે.
  • આવુ કરવાનું કારણ રાષ્ટ્રપતિનું અભિભાષણ અને સામાન્ય બજેટની પ્રસ્તુતિ છે.
  • શૂન્યકાળમાં કાર્યવાહી દરમિયાન પ્રશ્નો પુછવામાં આવે છે. 
  • લોકસભામાં કાર્યવાહીનો પ્રથમ એક કલાક 'પ્રશ્નકાળ' હોય છે જેના પછીના સમયને શૂન્યકાળ કહે છે.
  • રાજ્યસભામાં સદનની કાર્યવાહી શૂન્યકાળથી શરુ થાય છે અને ત્યારબાદ પ્રશ્નકાળ હોય છે.
  • લોકસભામાં શૂન્યકાળ ત્યા સુધી ખતમ નથી થતો જ્યા સુધી લોકસભાના તે દિવસનો એજન્ડા ખતમ ન થાય.
Parliament


Post a Comment

Previous Post Next Post