- પુરાતત્વ વિભાગને વડનગરના અમરથોળ નજીક 14 મીટર ઊંડે જમીનમાંથી 1000 વર્ષ અગાઉ આવેલ ભયાનક ભૂકંપના અવશેષો મળ્યા છે.
- આ ભૂકંપન 1000 વર્ષ પહેલા આવ્યો હતો જેની તીવ્રતા લગભગ 6 થી 6.5 જેટલી હોવાનું મનાય છે.
- આ ભૂકંપ 10મી સદીમાં આવ્યો હોવાનું સંશોધકો માને છે.
- ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ખરેખર ભૂકંપ ઝોન (Seismic zone)માં સમાવેશ થતો નથી તેમ છતા પણ આટલો મોટો ભૂકંપ આવવો તે લગભગ આ પ્રકારની પ્રથમ ઘટના હતી.
- આ ભૂકંપ લગભગ પાંચમી થી દસમી સદી અથવા ગુજરાતના ઇતિહાસના ક્ષત્રપ પછીના સમયગાળામાં આવ્યો હશે તેવું મનાય છે.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં ભૂકંપના ઝોન-5 (સૌથી વધુ જોખમ ધરાવતા ઝોન)માં કાશ્મીર ક્ષેત્ર, પશ્ચિમ અને સેન્ટ્રલ હિમાલય વિસ્તાર, ઉત્તર અને મધ્ય બિહાર, પૂર્વોત્તર ભારત ક્ષેત્ર, કચ્છનું રણ અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો સમાવેશ થાય છે.