Brand Finance Global 500 રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં વિશ્વની વિવિધ બ્રાન્ડ્સને તેમની વેલ્યુ મુજબ ક્રમ અપાયો છે.
  • આ રિપોર્ટ મુજબ વિશ્વની ટોપ 10 બ્રાન્ડમાં ક્રમાનુસાર નામ અને મિલિયન ડોલરમાં વેલ્યું મુજબ એપલ (355.1), એમેઝોન (350.3), ગુગલ (263.4), માઇક્રોસોફ્ટ (184.2), વૉલમાર્ટ (111.9), સેમસંગ (107.3), ફેસબુક (101.2), ICBC (75.1), હુવેઇ (71.2) અને વેરિઝન (69.6)નો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટમાં ટોપ 100 બ્રાન્ડમાં ભારતની એક માત્ર કંપની ટાટા ગ્રુપનો સમાવેશ થાય છે જે 78માં ક્રમ પર છે.
  • અન્ય ભારતીય કંપનીઓમાં રિલાયન્સ 236માં સ્થાન પર, SBI 279માં સ્થાન પર, જિયો 451માં સ્થાન પર, એરટેલ 323માં સ્થાન પર, મહિન્દ્રા ગ્રૂપ 364માં સ્થાન પર, L&T 417માં સ્થાન પર તેમજ HDFC બેંક 319માં સ્થાન પર છે.
  • આ રિપોર્ટમાં દેશ મુજબ બ્રાન્ડની ટકાવારીની યાદીમાં ક્રમાનુસાર અમેરિકા (48.64%), ચીન (19.31%), જર્મની (5.95%), જાપાન (5.73%), ફ્રાન્સ (3.62%), સાઉથ કોરિયા (2.74%), બ્રિટન (2.56%), કેનેડા (1.66%) તેમજ ભારત (1.39%)નો સમાવેશ થાય છે.
brand finance report


Post a Comment

Previous Post Next Post