ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું.

  • ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'વીરાંગના લક્ષ્મીબાઇ' રેલ્વે સ્ટેશન કરાયું છે. 
  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાયો હતો જેને કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 
  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અગાઉ પણ 2018માં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યાનગર તેમજ મુગલસરાયનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર કરાયું હતું.  
  • આ સિવાય ઑગષ્ટ, 2021માં જ ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલીને હરિ ગઢ કરવા માટે તેમજ ફૈઝાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ રેલ્વે સ્ટેશન કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.
Jhansi Railway Station

Post a Comment

Previous Post Next Post