- ચીન અંગેની બાબતનો જાણકાર અને ભારતના પૂર્વ રાજદૂત વિક્રમ મિસરીની દેશના નવા ડેપ્યૂટી National Security Advisor (NSA) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- તેઓ હાલના ડેપ્યુટી એનએસએ પંકજ સરણનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ પુરો થશે.
- અગાઉ તેઓ ચીનમાં ભારતીય રાજદૂત તરીકે કાર્યરત હતા તેમજ પીએમઓમાં પણ કામ કરી ચૂક્યા છે.
- ઉલ્લેખનીય છે કે તેઓ એક જ ડેપ્યુટી NSA નથી, હાલ અરવિંદ ગુપ્તા, ડૉ. પદસલ્ગીકર, રાજેન્દ્ર ખન્ના તેમજ વિનોદ ખાંડરે પણ ડેપ્યુટી NSA તરીકે કાર્યરત છે.
- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે હાલ અજિત દોવલ કાર્યરત છે જેઓ વર્ષ 2014થી આ પદ પર છે.
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદની શરુઆત વર્ષ 1998થી કરવામાં આવી હતી તેમજ દેશના પ્રથમ NSA બ્રજેશ મિશ્રા હતા.