- આ જવાબ સુપ્રીમ કોર્ટમાં કરાયેલ એક Public Interest Litigation (PIL) બાબતની સુનવણીમાં અપાયો છે.
- દેશમાં અમુક સ્થળો પર કોરોના વેક્સિન લેવા માટે આધારકાર્ડ ફરજિયાત માંગવામાં આવતું હોવાથી આ PIL કરવામાં આવી હતી.
- સરકાર દ્વારા અપાયેલ જવાબમાં જણાવાયું છે કે વેક્સિન રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ CoWIN પર પણ જણાવાયેલ છે કે આધાર કાર્ડ ફરજિયાત નથી તેમજ અત્યાર સુધીમાં 87 લાખ લોકોને આધાર કાર્ડ વિના વેક્સિન અપાઇ ચુકી છે.
- કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે Co-WIN (Covid Vaccine Intelligence Network) પોર્ટલ તા. 16 જાન્યુઆરી, 2021ના રોજ લોન્ચ કરાયું હતું. - 8 ફેબ્રુઆરી સુધીમાં ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનના 170 કરોડ ડોઝ અપાઇ ચુક્યા હોવાનો દાવો કરાયો છે.