- આ માટે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા દરેક જિલ્લાના કલેક્ટરને પત્ર લખાયો છે.
- આ મેળામાં રોજગારીને ધ્યાને રાખી સિલાઇ મશીન, એમ્બ્રોડરી મશીન, બ્યુટીપાર્લર કિટ, ડ્રેસિંગ કિટ, મોબાઇલ રિપેરીંગ કિટ વગેરેનું વિતરણ કરાશે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગરીબ અને બેરોજગાર જનતાને સ્વ-રોજગારી તરફ વાળવા માટે 12 વર્ષથી 'ગરીબ કલ્યાણ મેળા'નું આયોજન થાય છે.
- ગુજરાતમાં સૌપ્રથમ ગરીબ કલ્યાણ મેળો વર્ષ 2009માં અમરેલી ખાતેથી શરુ કર્યો હતો.
- હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતમાં શાસનના 3000 દિવસની ઉજવણીના ભાગ રુપે ગરીબ કલ્યાણ મેળાની શરુઆત કરવામાં આવી હતી.