- સ્પેનના પ્રસિદ્ધ ચિત્રકાર પાબ્લો પિકાસોના આ ચિત્ર 'Guernica' ને સૌથી શક્તિશાળી યુદ્ધ-વિરોધી ચિત્ર માનવામાં આવે છે.
- આ ચિત્રને 1984માં અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ નેલ્સન રોકફેલરે સંયુક્ત રાષ્ટ્રને ભેંટ આપ્યું હતું.
- બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્ર પરિસરના નિર્માણ માટે પણ રોકફેલર પરિવારે ભૂમિ દાન કરી હતી.
- વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રિપેરિંગ કામ શરુ થયું ત્યારે આ ચિત્રને સુરક્ષિત રાખવા માટે રોકફેલર ફાઉન્ડેશનને પરત કરાયું હતું જેને વર્ષ 2013માં ફરીથી સ્થાપિત કરાયું હતું.
- ગયા વર્ષે નેલ્સન રોકફેલરના પુત્ર નેલ્સન એ રોકફેલરે આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્ર પાસેથી ફરત લઇ લીધું હતું જેને હવે ફરીથી સંયુક્ત રાષ્ટ્રને અપાયું છે.
- આ ચિત્રને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં લગાવી દેવાયું છે.