- આ પુરસ્કાર અમદાવાદ એરપોર્ટને પોતાના પેસેન્જર્સને મળતી સુવિધાઓને ધ્યાને રાખી Airports Council International (ACI) દ્વારા અપાયો છે.
- આ એવોર્ડ માટે વિવિધ પાસાઓને ધ્યાને લેવાય છે જેમાં પેસેન્જર્સને અપાયું માર્ગદર્શન, સિક્યોરિટી ચેકમાં સુવિધા, વધુ લાંબી લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ, ખાવા-પીવાની સુવિધા, કોરોના મહામારીમાં ફેસ માસ્કની સુવિધા, ટર્મિનલ બહાર વાહનોની સરળ અવર-જવર વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
- ACI ની સ્થાપના 1991માં કરવામાં આવી હતી જેનું મુખ્યાલય કેનેડાના મોન્ટ્રિલ ખાતે આવેલું છે.