નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગે નવા પ્રકારના કરોળિયાની શોધ કરી.

  • આ શોધ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના Department of Life Sciences ના પ્રાણીશાસ્ત્ર વિભાગે કરી છે.
  • આ વિભાગ દ્વારા ગિરનારના જંગલમાંથી નવા જ પ્રકારના કરોળિયાની શોધ કરવામાં આવી છે.
  • આ કરોળિયાને 'નરસિંહ મહેતાઇ' નામ અપાયું છે.
  • આ કરોળિયો વિશ્વની 49,858 વિવિધ જાતિના કરોળિયાથી બિલકુલ અલગ છે જે ઝાંખા કે ઘાટા લાલાશ પડતા રંગનું ગોળાકાર માથું, ભુરુ પેટ અને શરીર પર આછી કાળી રુવાટી ધરાવે છે તેમજ તેના પગની પ્રથમ જોડી અન્ય ત્રણ જોડીની તુલનામાં વધુ મજબૂત દેખાય છે.
narsinh mehtai


Post a Comment

Previous Post Next Post