કર્ણાટક હાઇકોર્ટ દ્વારા નવા આદેશ સુધી શાળાઓમાં ધાર્મિક કપડા પહેરવા પર રોક લગાવાઇ.

  • હાલમાં જ એક કોલેજમાં હિજાબ બાબતે થયેલ વિવાદમાં કર્ણાટક હાઇકોર્ટ દ્વારા આ ચૂકાદો અપાયો છે.
  • હાઇકોર્ટ દ્વારા વિદ્યાર્થીઓને પણ આ મામલો ઉકેલાય નહી ત્યા સુધી ઉશ્કેરણી જનક ધાર્મિક પોશાક પહેરવાની જીદ્દ ન કરવા અપીલ કરાઇ છે.
  • કર્ણાટકમાં શાળાઓમાં ધાર્મિક પોશાક ન પહેરવા બાબતે પરિપત્ર જાહેર કરાયો હતો જેને મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પોતાના ધર્મથી વિરુદ્ધ બતાવી હિજાબ પહેરીને આ નિયમનો વિરોધ કર્યો હતો.
  • આ વિરોધ સામે અમૂક હિન્દુ સંગઠનના વિદ્યાર્થીઓએ 'જયશ્રી રામ' ના નારા સાથે ભગવા કલરનો ખેસ લગાવી વિરોધ કર્યો હતો.
  • હાલ આ વિવાદ હાઇકોર્ટમાં છે જેનો ચૂકાદો ન આવે ત્યા સુધી શાળાઓમાં કોઇપણ પ્રકારના ધાર્મિક પોશાક પહેરવા પર રોક લગાવાઇ છે.
karnataka high court


Post a Comment

Previous Post Next Post