- ઉત્તર ગુજરાતની પ્રથમ રામસર સાઇટ થોળ ખાતેના પક્ષી અભ્યારણ્યમાં આ વર્ષે લગભગ 70,000થી વધુ પક્ષીઓ છે.
- આ અભ્યારણ્યમાં આ વર્ષે 'મલાડ' નામનું પક્ષી 4ની સંખ્યામાં સૌપ્રથમવાર જોવાયું છે.
- આ વર્ષે છેલ્લા 10 વર્ષોમાં કરકરા નામના પક્ષીઓ પણ 6,000 થી વધુની સંખ્યામાં જોવા મળ્યા છે.
- આ માહિતી હાલ ચાલી રહેલ પક્ષી ગણતરીમાં સામે આવી છે જેનો સરકારી આંકડો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- થોળ તળાવને 5 એપ્રિલ, 2021ના રોજ રામસર સાઇટમાં સમાવેશ કરાયો હતો.
- ઉલ્લેખનીય છે કે હાલમાં જ જામનગરના ખિજડિયા પક્ષી અભ્યારણ્યનો પણ રામસર સાઇટમાં સમાવેશ કરાયો છે.