- આ રમતોત્સવમાં 91 દેશોના 2800થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
- આ રમતનું 20 ફેબ્રુઆરીએ સમાપન થશે જેમાં 15 રમતોમાં 109 ગોલ્ડ મેડલ અપાશે.
- ચીનની આ સ્પર્ધામાં ગલવાન ઘાટીમાં ભારત સાથે થયેલ ટકરાવમાં સામેલ સૈનિકને ઓલિમ્પિક ટોર્ચ બેરર બનાવતા વિવાદ સર્જાયો હતો જેને પગલે ભારતે આ ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કર્યો છે.
- ઉલ્લેખનીય છે કે ભારત સિવાય અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત ઘણા દેશોએ તેનો રાજકીય બહિષ્કાર કર્યો છે.