- ભારતમાં કોરોના દ્વારા મૃત્યું પામ્યા હોય તેવા લોકોની સંખ્યા પાંચ લાખ (સરકારી આંકડા) ને પણ પાર કરી ગઇ છે.
- કોરોનાથી સૌથી વધુ મૃત્યું બાબતમાં ભારત ત્રીજા ક્રમ પર છે.
- આ બાબતમાં પ્રથમ નંબર પર 9.1 લાખ લોકો સાથે અમેરિકા અને 6.3 લાખ લોકો સાથે બ્રાઝીલ બીજા ક્રમ પર છે.
- ચોથા અને પાંચમાં સ્થાન પર અનુક્રમે રશિયા અને મેક્સિકો છે.
- ઉલ્લેખનીય છે કે અનેક આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો દ્વારા ભારતમાં કોરોનાના મૃત્યુંના આંકડાઓ બાબતે એવું જણાવાયું છે કે સાચો મૃત્યું આંક સરકારી આંકડા કરતા અનેક ગણો વધુ હોવાની શક્યતા છે.