સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર
- સ્વર કોકિલા, સ્વર સામ્રાજ્ઞી જેવા વિશેષણોથી પ્રસિદ્ધ ભારતની ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન નિધન થયું છે.
- લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ બ્રિટિશ ભારતના ઇન્દોર સ્ટેટના ઇન્દોર (હાલના મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના ઇન્દોર) ખાતે થયો હતો.
- તેણીને Queen of Melody અને Nightingale of India જેવા નામોથી પણ ઓળખવામાં આવતી હતી.
- તેણી ગાયિકા સિવાય સંગીતકાર અને પ્રોડ્યુસર પણ રહી ચૂકી હતી.
- તેણી પ્રસિદ્ધ સંગીતકાર દીનાનાથ મંગેશકરના પુત્રી તેમજ મીના મંગેશકર, આશા મંગેશકર (આશા ભોંસલે), ઉષા મંગેશકર અને હ્રદયનાથ મંગેશકરના બહેન હતા.
- લતા મંગેશકરે ફક્ત 13 વર્ષની ઉંમરથી જ ગીત ગાવાનું શરુ કર્યું હતું.
- વર્ષ 1942માં તેણીએ વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ 'Kiti Hasaal' માં પોતાનું પ્રથમ ગીત ગાયું હતું.
- તેણીએ ભારતની ભાષાઓ સહિત અમુક વિદેશી ભાષાઓમાં પણ ગીતો રેકોર્ડ કર્યા છે.
- વર્ષ 1974માં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેણીની ભારતની 20 ભાષાઓમાં 25,000થી ઓછા ન હોય તેવા સોલો, ડ્યુએટ અને કોરસ બેકગ્રાઉન્ડ ગીતો ગાવા બદલ નોંધ લેવામાં આવી હતી.
- તેઓએ ફિલ્મી, શાસ્ત્રીય, ગઝલ, ભજન, લોકગીત અને બંગાળી સહિતના સંગીત પ્રકારમાં પોતાનો અવાજ આપ્યો હતો.
- તેણીએ ઓ. પી. નૈયર સિવાય જૂના લગભગ તમામ સંગીતકારો સાથે કામ કર્યું હતું જેમાં નૌશાદ, ખય્યામ, શંકર જયકિશન, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રવિ, એસ. ડી. બર્મન, આર. ડી. બર્મન, મદન મોહન સહિતના સંગીતકારોનો સમાવેશ થાય છે.
- છેલ્લે તેણીએ વર્ષ 2019માં 'સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી' રેકોર્ડ કર્યું હતું જેનું સંગીત મયુરેશ પાઇએ આપ્યું છે.
- 27 જાન્યુઆરી, 1963ના રોજ તેણીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન અને તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની હાજરીમાં કવિ પ્રદીપ દ્વારા લિખિત એ મેરે વતન કે લોગો ગીત ગાયું હતું જે ગીતનો વર્ષ 2022થી 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના સમાપન કાર્યક્રમ ‘બિટિંગ ધી રિટ્રીટ’માં પણ સમાવેશ કરાયો છે.
- તેઓ વર્ષ 1999 થી 2005 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
લતા મંગેશકરને મળેલ પુરસ્કારોની યાદી
- વર્ષ 1972, 1974 અને 1990માં તેણીને ક્રમાનુસાર પરિચય, કોરા કાગઝ અને લેકિન ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરાયા હતા.
- વર્ષ 1959 (આજા રે પરદેશી - મધુમતી), 1963 (કહી દીપ જલે કહી દીલ - બીસ સાલ બાદ), 1966 (તુમ્હી મેરે મંદિર - ખાનદાન), 1970 (આપ મુઝે અચ્છે લગને લગે - જીને કી રાહ), 1993 (લાઇફ્ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ), 1994 (દીદી તેરા દેવર દીવાના - હમ આપકે હૈ કૌન) તેમજ વર્ષ 2004 (ફિલ્મફેર એવોર્ડના 50 વર્ષ પૂર્ણ થયે) માં ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરાયા હતા.
- વર્ષ 1969માં તેણીને પદ્મભૂષણ, 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 1999માં પદ્મવિભૂષણ પુરસ્કાર, 2001માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્ન તેમજ વર્ષ 2008માં ભારતની આઝાદીના 60 વર્ષ પુરા થયે One time Award for Lifetime Achievement પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
- આ સિવાય મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર, બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોશિયસન પુરસ્કાર, વિવિધ યુનિવર્સિટી દ્વારા માનદ્ ડોક્ટરેટ પદવીઓ તેમજ અન્ય અનેક પુરસ્કારો તેણીને અપાયા હતા.