- International Labour Organization (ILO) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતની 20 કરોડ મહિલાઓ ઘરકામ કરીને મહિને લગભગ 40,000 કરોડ રુપિયા બચાવે છે!
- આ રિપોર્ટ મુજબ ભારતમાં ગૃહિણીઓ પોતાનો 76% સમય ઘરકામમાં વાપ્રે છે જે પુરુષો કરતા લગભગ 3 ગણો વધુ છે.
- વિશ્વમાં 60.2 કરોડ મહિલાઓની સરખામણીમાં 4.1 કરોડ પુરુષો જ ઘરમાં પગાર વિનાનું કામ કરે છે.
- ઓક્સફેમના એક રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં મહિલાઓ દર વર્ષે લગભગ 10,000 અબજ ડોલરનું મફત કામ કરે છે જે રકમ વિશ્વની 50 મોટી કંપનીઓ કરતા પણ વધુ છે.
- ભારતના National Statistical Office (NSO) દ્વારા પ્રસિદ્ધ Time Use Survey ઉજબ શહેરની મહિલાઓ 293 મિનિટ ઘરકામમાં ગાળે છે જ્યારે પુરુષો ઘરકામમાં 90 મિનિટ જ ફાળવે છે.
- વિશ્વમાં વેનેઝુએલા એકમાત્ર એવો દેશ છે જે વર્ષ 2007થી મહિલાઓને ઘરકામનું વેતન આપે છે.