- ટીમ ઇન્ડિયાની 1000મી મેચમાં કોરોના મહામારીને લીધે દર્શકોને સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ રખાયો છે.
- આ ઐતિહાસિક મેચ અમદાવાદ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે જેની ક્ષમતા 1 લાખ 32 હજાર દર્શકોની છે.
- આ મેચમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા છે જેમણે વર્ષ 2015માં પોતાનો 1000મો છગ્ગો ફટકાર્યો હતો.
- વર્ષ 2019માં ટી-20ની 1000મી ઇન્ટરનેશનલ મેચમાં પણ રોહિત શર્મા જ કેપ્ટન હતો.
- મેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 1000મી સદી ફટકારનાર બેટર પણ રોહિત શર્મા જ હતો.
- ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે 1999માં પોતાની પ્રથમ બેવડી સદી તેમજ વન-ડેમાં 18,000 આંતરરાષ્ટ્રીય રનની સિદ્ધિ અમદાવાદમાં જ મેળવી હતી.