- અમદાવાદથી મુંબઇ સુધી ચાલનાર દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન સૂરત ખાતે બનનાર છે.
- આ માટેના કોરિડોરની યોજનાનું ઉદ્ઘાટન વર્ષ 2017માં કરવામાં આવ્યું જેનું નિર્માણ National High Speed Rail Corporation Ltd (NHSRCL) દ્વારા કરાયું છે.
- આ યોજના હેઠળ કુલ ચાર સ્ટેશન (વાપી, બિલિમોરા, સૂરત અને ભરુચ) ડિસેમ્બર, 2024 સુધીમાં તૈયાર થનાર છે.
- 237 કિ.મી. લાંબા આ માર્ગમાં viaduct એટલે કે સેતુનું પણ નિર્માણ થનાર છે.
- ગુજરાતમાં આ પરિયોજના માટે 98.62% ભૂમિ અધિગ્રહણનું કામ થઇ ચુક્યું છે.
- આ ટ્રેન ગુજરાતના કુલ 8 જિલ્લાઓમાંથી પસાર થનાર છે.
- આ ટ્રેન અમદાવાદ થી મુંબઇ સુધી કુલ 508 કિ.મી. અંતર માટે દોડશે જેમાં 352 કિ.મી. ગુજરાતમાં (4 કિ.મી. દાદરા અને નગરહવેલી સહિત) સમાવેશ થાય છે.