- તેઓ સામાજિક કાર્યકર, કવિ અને ધાર્મિક પ્રવચનકાર હતા.
- તેઓને 'કન્ન્ડના કબીર' તરીક ઓળખવામાં આવતા હતા.
- 1970માં તેઓએ 'સૌહાર્દ લોક સંગીત મેળા'ની સ્થાપના કરી હતી જેમાં કલાકારો અલગ અલગ ગામોમાં ધાર્મિક પ્રવચન કરતા હતા.
- તેઓ ઇસ્લામના ધર્મગ્રંથ કુરાન અને હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવત ગીતાના જાણકાર હતા.
- વર્ષ 1995માં તેઓને કર્ણાટક રાજ્યનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'રાજ્યોત્સવ પ્રશસ્તિ' અપાયો હતો.
- વર્ષ 2018માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.