કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પોલિયો રસીકરણ 2022ની શરુઆત કરવામાં આવી.

  • મિશન ઇન્દ્રધનૂષ અથવા પોલિયો રસીકરણ અભિયાનનો ઉદેશ્ય ભારતમાં બાળકોને ઘાતક રોગોથી બચાવવાનો છે. 
  • આ અભિયાન હેઠળ આગામી દિવસોમાં 5 વર્ષથી નાની ઉંમરના લગભગ 15 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. 
  • આ અભિયાનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, WHO, UNICEF, રોટરી ક્લબ અને અનેક NGO સામેલ છે.

27 ફેબ્રુઆરી: પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અને પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 (National Immunization Day - NID):

  • આ દિવસે સમગ્ર દેશમાં 5 વર્ષથી નાના બાળકોને પોલિયો માટેની રસી આપવાનો કાર્યક્રમ શરુ થાય છે. 
  • ભારતમાં દર વર્ષે વાઇલ્ડ પોલિયો વાયરસ વિરુધ જનસંખ્યા પ્રતિરક્ષા અને પોલિયો મુક્ત સ્થિતિ બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી NID અને બે ઉપ-રાષ્ટ્રીય રસીકરણ દિવસ (SNID) આયોજિત કરવામાં આવે છે. 
  • આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 735 જિલ્લાઓમાં 15 કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું લક્ષ્ય છે. - WHO દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો છે. 
  • ભારતમાં છેલ્લે 13 જાન્યુઆરી, 2011ના રોજ પોલિયો વાયરસનો અંતિમ કેસ નોંધાયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગયા વર્ષે જ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી કે વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે વિશ્વના 1.7 કરોડ બાળકો DTaP (Diphtheria-Tetanus-Pertussis) રસીથી વંચિત રહી ગયા હતા જેમાં ભારતના 30 લાખ બાળકો પણ સામેલ છે. - એક વર્ષ આ રસીકરણનું કામ અટકી પડતા આ પેઢીના બાળકો પર પોલિયો, મેનિન્જાઇટિસ અને ઓરી-અછબડા જેવા રોગોનું જોખમ વધી ગયું છે. 
  • DTP3 રસીકરણમાં ભારત 91%થી ઘટીને 85% પર પહોંચ્યું છે તે પણ આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશ પર એક ગંભીર સમસ્યા છે.
Polio Vaccination 2022

Post a Comment

Previous Post Next Post