ચીનમાં વિન્ટર ઓલિમ્પિક માટે નેશનલ સ્લાઇડિંગ સેન્ટર તૈયાર કરાયું.

  • આ સ્લાઇડિંગ સેન્ટર 4 ફેબ્રુઆરીના રોજ શરુ થનાર વિન્ટર ઓલિમ્પિક માટે વર્ષ 2018માં બનાવવાનું શરુ કરાયું હતું. 
  • આ સ્લાઇડિંગ સેન્ટર ચીનના બેઇજિંગના યાનક્વિંગ ખાતે બનાવાયું છે. 
  • ચીનમાં આ પ્રકારની પ્રથમ અને એશિયામાં ત્રીજી સ્પોર્ટ્સ ઇવન્ટ આયોજિત થનાર છે. 
  • આ ઇવન્ટ માટે 1.9. કિ.મી. લાંબા ટ્રેકને વુડન રુફથી કવર કરાયું છે. 
  • આ સેન્ટર 10,000 લોકોની ક્ષમતા ધરાવે છે તમજ 2,000 દર્શકો બેસીને કમ્પીટીશન જોઇ શકશે. 
  • આ સ્પર્ધામાં કુલ 13 સ્થળોમાં બાયથ્લોન, બોબસ્લે, કર્લિંગ, આઇસ હૉકી, લ્યૂઝ અને સ્કેટિંગ સહિત 109 ઇવન્ટ થશે. 
  • આ રમતોત્સવમાં વિશ્વના 3,000થી વધુ એથ્લેટ સામેલ થશે. 
  • આ રમતોત્સવમાં મીડિયા સેન્ટર અને હોટેલમાં રોબોટ દ્વારા રુમ સર્વિસ આપવામાં આવશે.
National Sliding Center

Post a Comment

Previous Post Next Post