સંસદના બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરાયો.

  • સંસદમાં બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરાયેલ સંબોધન બાદ આ આર્થિક સર્વે Economic Survey) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયો હતો. 
  • આ આર્થિક સર્વે મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં Gross domestic product (GDP) ગ્રોથ 9.2% રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. 
  • વર્ષ 2022-23માં 8 થી 8.5% ના દરે સહેજ ઓછો આર્થિક વિકાસ દર મેળવી શકાશે તેવી ધારણા કરવામાં આવી છે. 
  • Economic Survey of India કેન્દ્રીય નાણા મંત્રાલયના Department of Economic Affairs દ્વારા દર વર્ષે સંસદમાં કેન્દ્રીય બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે. 
  • ઇકોનોમિક સર્વે નામનું આ દસ્તાવેજ ચિફ ઇકોનોમિક એડવાઇઝર (CEA) ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે જેને સંસદના બન્ને સદનમાં બજેટ સેશન દરમિયાન પ્રસ્તુત કરવામાં આવે છે. 
  • વર્ષ 1950-51 સુધી આ દસ્તાવેજને કેન્દ્રીય બજેટ સાથે પ્રસ્તુત કરવામાં આવતું હતું જેને વર્ષ 1964થી અલગ કરાયું છે તેમજ કેન્દ્રીય બજેટ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Economic survey

Post a Comment

Previous Post Next Post