ગ્લેનમાર્ક ફાર્માએ કોરોનાની સારવાર માટે પ્રથમ નેઝલ સ્પ્રે લોન્ચ કર્યો.

  • ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિક્લ્સ દ્વારા બનાવાયેલ આ નેઝલ સ્પ્રેને Drug Controller General of India (DCGI) દ્વારા મંજૂરી અપાઇ છે.
  • આ સ્પ્રે નાઇટ્રિક ઓક્સાઇડથી બનેલો છે જેને FabiSpray નામ અપાયું છે.
  • ગ્લેનમાર્કે આ સ્પ્રે કેનેડાની સેનઓટિઝ રિસર્ચ કંપની આથે મળીને લોન્ચ કર્યો છે.
  • આ સ્પ્રેની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તેના સારા પરિણામો મળ્યા હતા જેમાં પુખ્ત વયના લોકોમાં 24 કલાકમાં કોરોના વાયરસ લોડમાં 94% અને 48 કલાકમાં 99% ઘટાડો જોવા મળ્યો હતો.
  • આ સ્પ્રે દર્દીના અપર એર-વેમાં કોવિડ વાયરસને મારી નાખવા માટે સક્ષમ છે જેથી તે ફેફસા સુધી જઇ ન શકે.
Fabi Covid Nasal Spray


Post a Comment

Previous Post Next Post