- આ પોલિસીનો ઉદેશ્ય રાજ્યમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
- આ પોલિસી 2022 થી 2027 એમ કુલ પાંચ વર્ષ અમલમાં રહેશે.
- આ પોલિસી દ્વારા આઇટીની સરંચનનાને સરળ બનાવવામાં આવશે તેમજ રાજ્યમાં એક મજબૂત ક્લાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરમાં આવશે જેમાં નવી ટેક્નોલોજી Artificial Intelligence, Quantum Computing, Machine Learning, Block chain વગેરેમાં વિકાસ અને રિસર્ચને પ્રોત્સાહિત કરવામાં આવશે. - નવી નીતિ માટે ગુજરાતમાં આઇટી ક્ષેત્રના બજેટને રુ. 3,000 કરોડથી વધારીને રુ. 25,000 કરોડ કરવામાં આવશે.
- આ પોલિસી દ્વારા આઇટી ક્ષેત્રમાં 1 લાખથી વધુ નવા રોજગાર ઉત્પન્ન થવાનો પણ સરકારનો દાવો છે.