- અભિનય સિવાય તેઓ રમત-ગમત ક્ષેત્ર સાથે પણ જોડાયેલા હતા.
- તેઓએ કુલ ચાર મેડલ જીત્યા હતા જેમાં વર્ષ 1966ની બેંગ્કોક એશિયન ગેમ્સમાં ડિસ્ક થ્રો માં એક ગોલ્ડ, 1970ની બેંગ્કોક એશિયન ગેમ્સમાં પણ ડિસ્ક થ્રો માં એક ગોલ્ડ, 1966ની બેંગ્કોક એશિયન ગેમ્સમાં જ હેમર થ્રો માં એક બ્રોન્ઝ, 1966માં જ કિંગ્સ્ટન ખાતે યોજાયેલ કોમનવેલ્થ રમતમાં હેમર થ્રો માં સિલ્વર તેમજ 1974માં તેહરાન એશિયન ગેમ્સમાં ડિસ્ક થ્રો માં સિલ્વર મેડલ જીત્યો હતો.
- વર્ષ 1968માં મેક્સિકો ઓલિમ્પિક અને 1972માં મ્યુનિખ ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- 1966માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેઓએ ભાગ લીધો હતો.
- તેઓ ભારતની ઐતિહાસિક સિરિયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવ્યું હતું.
- મહાભારત સિવાય તેઓએ પ્રસિદ્ધ ફિલ્મ શહેનશાહ સહિત લગભગ 50થી વધુ ફિલ્મોમાં વિલન, બોડીગાર્ડ સહિતના રોલ ભજવ્યા છે.
- અભિનય અને રમત ગમત સિવાય સૌપ્રથમ તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સૈનિક તરીકે રહયા હતા.
- વર્ષ 2013માં તેઓએ આમ આદમી પાર્ટી જોઇન કરી દિલ્હી એસેમ્બ્લીની ચુંટણીમાં વાઝીપુર બેઠક પરથી ચુંટણી લડી હતી ત્યારબાદ વર્ષ 2014માં તેઓએ ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી.
- વર્ષ 1967માં તેઓને અર્જૂન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.