- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે Single Nodal Agency (SNA) ની શરુઆત કરવામાં આવી છે.
- આ સુવિધા દ્વારા National Health Mission (NHM) ની યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓના ખાતામાં જશે.
- આ માટે Electronic Fund Flow Application 2.0 દ્વારા સિંગલ ક્લિકથી જ સીધી ચૂકવણી કરવામાં આવશે તેમજ દરેક ચૂકવણીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થશે.
- અગાઉ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને જે રકમ મોકલતું તેને વિભિન્ન સંસ્થાઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી જ્યાથી તેને જિલ્લા, તાલુકા અને ગામ સ્તર પર મોકલવામાં આવતી હતી.
- જૂની પદ્ધતિને લીધે લાભાર્થીઓને સહાયની રકમ મળવામાં વાર લાગતી હતી જે નવી સુવિધા દ્વારા ઝડપથી પહોંચી શકશે.
- આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.