બ્રિટને કૃત્રિમ સૂર્યનું નિર્માણ કર્યું.

  • બ્રિટિશ વિજ્ઞાનીઓ દ્વારા સ્વચ્છ ઊર્જા મેળવવાના ઉદેશ્યથી આર્ટિફિશિયલ સૂર્યનું નિર્માણ કરાયું છે.
  • કૃત્રિમ સૂર્ય ગણાતા આ રિએક્ટર દ્વારા અપાર ઊર્જાનું સર્જન થઇ શકશે તેમજ પૃથ્વી પર સ્વચ્છ ઉર્જા મેળવવાનો રસ્તો મોકળો થયો છે.
  • આ માટે ગયા વર્ષે જ ઇંગ્લેન્ડમાં Joint European Torus નામથી ચાલતા આ રિએક્ટરમાં 59 મેગા જૂલ ઊર્જાનું ઉત્સર્જન કરાયું હતું.
  • આ રિએક્ટર ખુબ ઓછા પ્રમાણમાં ડ્યુટીરિયમ અને ટ્રીટીયમનો ઉપયોગ કરી ઊર્જા ઉત્ત્પન્ન કરી શકે છે જે સૂર્યના કેન્દ્રની તુલનામાં 10 ગણું વધી ગરમી પેદા કરી શકે છે.
  • ઉલ્લેખનીય છે કે ચીને ગયા મહિને જ પોતાના કૃત્રિમ સૂર્ય દ્વારા 17 મિનિટ સુધી 7 કરોડ ડિગ્રી તાપમાન સર્જીને ઇતિહાસ રચ્યો હતો.
UK artificial sun


Post a Comment

Previous Post Next Post