- માલદીવમાં 1 ફેબ્રુઆરીથી 90 દિવસ માટે શરુ થયેલ આ યોજનામાં ભારતના ઉદ્યોગપતિઓને વિઝા વિના પ્રવેશ આપવામાં આવશે.
- આ યોજના ડિસેમ્બર, 2018માં ભારત અને માલદીવ સરકાર દ્વારા કરવામાં આવેલ એગ્રીમેન્ટમાં સામેલ છે જેમાં 6 મહિનામાં 90 દિવસ માટે વિઝા વિના પ્રવેશ આપવાનો છે.
- તાજેતરમાં જ ભારતે માલદીવને વિવિધ ક્ષેત્રમાં વિકાસ માટે 2 બિલિયન ડોલરની આર્થિક મદદ જાહેર કરી હતી.
- વર્ષ 2021માં ભારત અને માલદીવનો દ્વિપક્ષીય વેપાર પ્રથમવાર 300 બિલિયન ડોલરને પાર કરી ગયો છે જે વર્ષ 2020 કરતા 31% વધુ છે.