NASA દ્વારા પૃથ્વી તરફ આગળ વધતા ક્ષુદ્રગ્રહને ખતરનાક શ્રેણીમાં મુકાયો.

  • નાસાની Jet Propulsion Laboratory (JPL) દ્વારા ટ્રેસ કરાયેલ આ ક્ષુદ્રગ્રહ (Asteroid)ને સંભવિત રુપથી ખતરનાકની શ્રેણીમાં મુકાયો છે.
  • આ એસ્ટરોઇડ 1.3 કિ.મી. લાંબો છે જે 4 માર્ચના રોજ પૃથ્વીની સૌથી નજીક (49,11,298 કિ.મી.) પહોંચશે.
  • આ Near-Earth Objectને 138971 (2001 CB21) નામ અપાયું છે.
  • અગાઉ વર્ષ 2006માં આ એસ્ટરોઇડ પૃથ્વીની સૌથી નજીક આવ્યો હતો.
  • આ ક્ષુદ્રગ્રહને Lincoln Near-Earth Asteroid Research (LINEAR) કાર્યક્રમ હેઠળ શોધાયો હતો.
  • આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીના ખતરનાક એસ્ટરોઇડમાંથી 24% એસ્ટરોઇડ શોધાયા છે.
  • આ કાર્યક્રમ દ્વારા 14 મિલિયનથી વધુ અભ્યાસની સૂચના આપી છે તેમજ ક્ષુદ્રગ્રહ અને ધૂમકેતુઓ અને 6,001 નવી વસ્તુઓ મળી છે. 
138971 (2001 CB21)


Post a Comment

Previous Post Next Post