- આ એસ્ટરોઇડની માહિતી નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
- આ એસ્ટરોઇડ ડિસેમ્બર, 2020માં શોધાયો હતો જેને 2020 XL5 નામ અપાયું છે.
- આ એસ્ટરોઇડને Panoramic Survey Telescope and Rapid Response System (Pan-STARRS1) ની મદદથી શોધાયો હતો.
- આ એસ્ટરોઇડ 1.2 કિ.મી. લાંબો ટ્રોજન એસ્ટ્રોઇડ છે જે 4000 વર્ષ સુધી સૂર્યના ચક્કર કાપશે.
- આ એસ્ટરોઇડ પૃથ્વીની નજીકનો બીજો જ્ઞાત ટ્રોજન એસ્ટરોઇડ છે, પહેલો ટ્રોજન એસ્ટરોઇડ 2020 TK7 છે જેની શોધ ઑક્ટોબર, 2010માં Wide-field Infrared Survey Explorer (WISE) દ્વારા થઇ હતી.