રશિયાની સંસદ દ્વારા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ માટે મંજૂરી અપાઇ.

  • રશિયાની સંસદ (Federal Assembly) દ્વારા યુક્રેન સાથે યુદ્ધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.
  • આ મંજૂરી બાદ યુક્રેનમાં રશિયન સેના દ્વારા ઘૂસપેઠ શરુ કરવામાં આવી છે.
  • છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે અંતે રશિયન સેના યુક્રેનમાં ઘૂસી છે.
  • રશિયાની સેનાઓ છેલ્લા મહિનાથી યુદ્ધાભ્યાસ કરી રહી હતી.
  • આ બાબતે અમેરિકા અને યુરોપ દ્વારા વારંવાર વિવિધ પ્રતિબંધોની ધમકી આપવા છતા રશિયા પર તેની કોઇ જ અસર નથી થઇ.
  • તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સક (donetsk) અને લુહાન્સ્ક (luhansk) ને સ્વતંત્ર જાહેર કર્યા છે અને ત્યા હવેથી રશિયાનું સૈન્ય જ તૈનાત રહેશે.
  • આ બન્ને પ્રાંતનો મોટો હિસ્સો રશિયા સમર્થક છે તેમજ રશિયાની બોર્ડરથી નજીકના પ્રદેશો છે.
  • બેલારુસ પણ આ બન્ને પ્રદેશોને સ્વતંત્ર હોવાની માન્યતા આપી ચુક્યું છે.
  • ઉલ્લેખનીય છે કે ક્રિમીયાને રશિયા પહેલેથી જ યુક્રેનથી અલગ કરી ચૂક્યું છે.
  • આ તમામ ગતિવિધિઓ વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ 4.31% વધીને 7 વર્ષના સર્વોચ્ચ સ્તર પર 99.5 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે તેમજ વિશ્વના અનેક શેરબજારોમાં પણ આંક નીચો ઉતર્યો હોવાનું જોવા મળ્યું છે.
  • સાથોસાથ બ્રિટન દ્વારા રશિયાની પાંચ બેંક પર પ્રતિબંધ મુકાયો છે તેમજ જર્મનીએ પણ નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે.
Russia Federal Assembly


Post a Comment

Previous Post Next Post