લોકસભામાં મોબાઇલ કન્વેક્ટિવિટી બાબતની માહિતી આપવામાં આવી.

  • આ માહિતી મુજબ મોબાઇલ કનેક્ટિવિટી વિહોણા ગામોની સંખ્યા બાબતમાં સૌથી વધુ ગામો ઓડિશાના કુલ 6,099 ગામ છે! 
  • ત્યારબાદ મધ્ય પ્રદેશ (2,612), મહારાષ્ટ્ર (2,328), અરુણાચલ પ્રદેશ (2,223), છત્તીસગઢ (1,847), આંધ્ર પ્રદેશ (1,787), મેઘાલય (1,674), ઝારખંડ (1,144), રાજસ્થાન (941), આસામ (616) અને ગુજરાત (512)નો સમાવેશ થાય છે. 
  • ગુજરાત આ યાદીમાં 11માં ક્રમે છે જેમાં 512 એવા ગામ છે જ્યા હજુ પણ મોબાઇલ કનેક્ટિવિટી નથી. 
  • ભારતનેટ નેટવર્ક યોજના મુજબ 3 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં 1,04,259 ગ્રામ પંચાયતોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ સુવિધા અપાઇ હતી જેમાંથી ફક્ત 53,913 પંચાયતોમાં જ સર્વિસ પુરી પાડવામાં આવી છે! 
  • ગુજરાતમાં કુલ 3,945 પંચાયતોમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી જેમાંથી 1,814માં જ સેવા અપાઇ રહી છે!
mobile tower

Post a Comment

Previous Post Next Post