UNSC દ્વારા UNGA માં એક ઇમરજન્સી વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો.

  • આ નિર્ણય રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ United Nations Security Council (UNSC) દ્વારા લેવાયો છે. 
  • આ માટે 15 સદસ્ય દેશો દ્વારા મતદાન કરવાનું હતું જેમાં 11 દેશોએ પક્ષમાં મતદાન કર્યું, રશિયાએ વિરુદ્ધમાં મતદાન કર્યું તેમજ ભારત, ચીન અને UAE એ મતદાનમાં ભાગ લીધો નહી. 
  • બહુમતીમાં મતદાન થયા બાદ United Nations General Assembly ના 11મું વિશેષ સત્ર 28 ફેબ્રુઆરી, 2022ના રોજ UNGA ના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદની અધ્યક્ષતામાં યોજાશે. 
  • અગાઉ 1950થી અત્યાર સુધી આ પ્રકારના ફક્ત 10 સત્ર જ આયોજિત થયા છે.
UNSC

Post a Comment

Previous Post Next Post