- આ દિવસ વર્ષ 2012થી 20મી માર્ચના રોજ મનાવવામાં આવે છે.
- આ દિવસ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA) માં 19 જુલાઇ, 2011ના રોજ પ્રસ્તાવ પાસ કરાયો હતો.
- આ દિવસ મનાવવા માટે વર્લ્ડ હેપ્પીનેસ ફાઉન્ડેશનના પ્રમુખ લુઇસ ગેલાર્ડો અને જેમી લિયને Happytalism ની અવધારણા રજૂ કરી હતી.
- જેમી લિયને વર્ષ 2006 થી 2012 દરમિયાન આ દિવસ માટે સંયુક્ત રાષ્ટ્ર ખાતે કેમ્પેઇન ચલાવ્યું હતું.
- આ દિવસની વર્ષ 2022ની થીમ Keep Calm, Stay Wise and Be Kind રાખવામાં આવી છે.
- પ્રથમવાર આ દિવસ વર્ષ 2013માં મનાવાયો હતો.
- ભૂટાનમાં વર્ષ 1972માં ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચૂકે "Gross National Happiness" ની અવધારણા રજૂ કરી હતી.
- વર્ષ 2022ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પ્રથમ સ્થાન ફિનલેન્ડને અપાયું છે.
- ત્યારબાદ ક્રમાનુસાર ડેન્માર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, લક્ઝ્મબર્ગ, સ્વીડન, નોર્વે, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ કરાયો છે.
- ભારત આ યાદીમાં 136માં ક્રમ પર છે જે ગયા વર્ષે 139માં ક્રમ પર હતું.
- ભારતમાં રાજ્યોના હિસાબે આ ઇન્ડેક્સમાં ક્રમાનુસાર હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ચંડીગઢનો સમાવેશ થાય છે.
- ગુજરાત આ યાદીમાં 17માં સ્થાન પર છે.
- આ રિપોર્ટમાં સૌથી નાખુશ દેશ (Unhappy country) તરીકે અફઘાનિસ્તાનને દર્શાવાયું છે.
- રશિયા અને યુક્રેનને અનુક્રમે 80 અને 98મું સ્થાન અપાયું છે.
- આ રિપોર્ટ GDP પેર કેપિટા, સામાજિક સહયોગ, સ્વાસ્થ્ય, જીવન જીવવાની સ્વતંત્રતા, ભ્રષ્ટાચારની ધારણા સહિતના પાસાઓને આધારે તૈયાર કરવામાં આવે છે.