- આ ક્રિયા જર્મનીની એક હોસ્પિટલમાં લકવાગ્રસ્ત (amyotrophic lateral sclerosis) દર્દી પર થઇ હતી.
 - આ ક્રિયામાં લકવાગ્રસ્ત દર્દીએ કમ્પ્યુટરની મદદથી ડૉક્ટર્સને પોતાની વાત જણાવી હતી જેમાં વ્યક્તિના આંખના ડોળા પણ હલતા ન હતા અને તેણે ટેક્નોલોજીની મદદથી પોતાની વાત જણાવી હતી.
 - વિશ્વમાં આવું પ્રથમવાર બન્યું છે કે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત વ્યક્તિએ બાહ્ય દુનિયા સાથે સંપર્ક સાધ્યો છે.
 - કમ્પ્યુટર દ્વારા સંવાદની આ ટેક્નોલોજીને 'Brain Computer Interface Technology' કહે છે.
 - ઉલ્લેખનીય છે કે ભારતના બે ડોક્ટર્સ દ્વારા આ ટેક્નોલોજી પર પાંચ વર્ષ અગાઉ રિસર્ચ કરાયું હતું જેમાં રેકોર્ડિંગમાં પક્ષપાત થયો હોવાનું સામે આવી અને તે રિસર્ચ પર રોક લગાવાઇ હતી જે મામલો હાલ કોર્ટમાં છે.
 
