- હરિયાણા વિધાનસભામાં ગેરકાનૂની ધર્માંતરણ રોકથામ બિલ, 2022 પસાર કરાયું છે જેના દ્વારા લાલચ, બળ અથવા દગા દ્વારા ધર્મપરિવર્તનથી કાયદાકીય રક્ષણ આપશે.
- આ બિલમાં આરોપીને પાંચ વર્ષ જેલ અને ઓછામાં ઓછા 1 લાખ રુપિયા દંડની જોગવાઇ છે.
- ગેરકાયદેસર ધર્માંતરણ રોકતા આ પ્રકારના બિલ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને કર્ણાટકમાં પસાર થઇ ચુક્યા છે.
