- તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવનાર છે.
- આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્રપતિને સદનમાં આવવા આમંત્રણ અપાયું છે જેના માટે વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી અને તે અંગેનો ઠરાવ પણ પસાર કરાયો છે.
- રાષ્ટ્રપતિ પોતાની આ મુલાકાત દરમિયાન INS વાલસુરાની મુલાકાત લેશે તેમજ તેને President's Color એવોર્ડ એનાયત કરશે.
