મિતાલી રાજ મહિલા વિશ્વકપમાં કપ્તાન તરીકે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આ સિદ્ધિ હાલ ચાલી રહેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં હાંસલ કરી છે. 
  • તેણીએ મહિલા વિશ્વકપમાં કપ્તાન તરીકે સૌથી વધુ 24 મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. 
  • અગાઉ આ રેકોર્ડ 23 વર્લ્ડ કપ મેચ સાથે ઓસ્ટ્રેલિયાની કપ્તાન બેલિંડા ક્લાર્કના નામ પર હતો. 
  • આ જ વર્લ્ડકપમાં તેણી છ વર્લ્ડ કપ રમનાર વિશ્વની પ્રથમ મહિલા પણ બની છે જે પુરુષ ક્રિકેટર્સમાં પણ સચિન તેન્ડુલકર અને જાવેદ મિયાદાદની બરાબરી સમાન રેકોર્ડ છે.
Mitali Raj

Post a Comment

Previous Post Next Post