- આ પુરસ્કાર સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે શરુ થયેલ કાર્યક્રમમાં અપાયા છે.
- આ પુરસ્કાર અમદાવાદને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય તરફથી અપાયા છે જેમાં એક સ્માર્ટ સિટી લીડરશિપ બાબતનો તેમજ બીજો અર્બન મોબિલિટીમાં નવીનતા માટે તેને અપાયો છે.
- Smart Cities Mission ની શરુઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી જેમાં વિવિધ રાજ્યોના કુલ 100 શહેરોને સ્માર્ટ બનાવવાનું લક્ષ્ય રખાયું છે.
- આ શહેરોમાં ગુજરાતના ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને દાહોદનો સમાવેશ થાય છે.
- પ્રસ્તાવિત સ્માર્ટ સિટીની યાદીમાં સૌથી વધુ શહેર ઉત્તર પ્રદેશના 14 છે જ્યારે બીજા ક્રમે 12 શહેર સાથે તમિલનાડુનો સમાવેશ થાય છે.