- તેઓ હાલના સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણેનું સ્થાન લેશે જેઓ 30 એપ્રિલના રોજ નિવૃત થનાર છે.
- લે. જનરલ મનોજ પાંડે આ પદ સંભાળનાર પ્રથમ એન્જિનિયર બનશે.
- ડિસેમ્બર, 2001માં સંસદ પર આતંકવાદી હુમલાની ઘટના બાદ ઓપરેશન પરાક્રમ હેઠળ પશ્ચિમી સરહદ પર સૈનિકો અને હથિયારોનો મોટો જથ્થો પહોંચાડવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
- અગાઉ ફેબ્રુઆરી, 2022માં તેઓને દેશના 43માં વાઇસ ચિફ ઓફ ધી આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- Chief of the Army Staff (COAS) નું પદ ભારતના પદના વિવિધ ક્રમમાં ક્રમાનુસાર રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યોના રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, ચિફ જસ્ટિસ / લોકસભા સ્પીકર, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ, રાજદૂતો / હાઇકમિશનર, સુપ્રીમ કોર્ટના જજ, રાજ્યસભાના ડે. ચેરમેન / રાજ્યોના નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર / એટર્ની જનરલ / કેબિનેટ સેક્રેટરે બાદ 12મું સ્થાન ધરાવે છે.