જામનગરમાં વિશ્વનું પ્રથમ Global Center for Traditional Medicine નું ખાતમુહુર્ત કરાયું.

  • આ ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે જામનગર નજીક આવેલ ગોરધનપર ખાતે કરાયું છે જ્યા World Health Organization (WHO) નું વિશ્વનું પ્રથમ પારંપરિક ઔષધ કેન્દ્ર બની રહ્યું છે.
  • આ ઉદ્‌ઘાટનમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના મહાનિયામક ડૉ. ટ્રેડોસ તેમજ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ પણ હાજર રહ્યા હતા.
  • આ માટે ગુજરાત સરકારે 35 એકર જમીનની ફાળવણી કરી છે જેમાં 170 દેશોના 138 પ્રકારના વિવિધ દેશોની ચિકિત્સા પદ્ધતિ દ્વારા કોઇપણ રોગનું નિદાન કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
  • આ માટે Global Aayush Investment & Innovation Summit 2022 નું આયોજન ગાંધીનગર ખાતે 22 એપ્રિલના રોજ કરવામાં આવશે.
  • WHO દ્વારા વિશ્વમાં અલગ અલગ ઝોન બનાવીને વિવિધ ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ થનાર છે જેમાં AFRO (આફ્રિકા)માં આફ્રિકન ટ્રેડિશનલ મેડિસિન, AMRO (અમેરિકા)માં ઓસ્ટિયોપેથી, કિરોપ્રેક્ટિક, EMRO (ખાડીના પૂર્વીય દેશ)માં અરબ અને ઇસ્લામિક ઔષધ પદ્ધતિ, EURO (યુરોપ)માં નેચરોપેથી અને હોમિયોપેથી, SEARO (દક્ષિણ પૂર્વ એશિયા)માં આયુર્વેદ, યોગ, યુનની, નૌડથાઇ તેમજ WPRO (પશ્ચિમ પેસિફિક દેશો)માં ચાઇનીઝ મેડિસિન, એક્યુપંક્ચર અને ટુઇનાનો સમાવેશ થાય છે.
  • આ ખાતમુહુર્ત બાદ વડાપ્રધાન મોદીએ જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાની મુલાકાત પણ લીધી હતી.
Global Center for Traditional Medicine

Post a Comment

Previous Post Next Post