- આ અધિકાર બોમ્બે હાઇકોર્ટ દ્વારા એક સુનવણી દરમિયાન અપાયો હતો જેમાં અરજદારે બીમાર દાદા-દાદીને પૌત્ર સાથે મળવા નહી દેવાતા હોવાની અરજી કરી હતી.
- કોર્ટ દ્વારા બાળકોને વડીલો સાથે મળવા માટેનો અધિકાર હોવાનું જણાવાયું હતું તેમજ આવુંં કરવું તે બાળકના અંગત વિકાસ અને કલ્યાણ માટે જરુરી હોવાનું જણાવ્યું હતું.
- કોર્ટે જણાવ્યું હતું કે ભલે બાળકનો કબજો માતા, પિતા અથવા બન્ને પાસ હોય તો પણ તેને વડીલોને બાળકો સાથે સમય પસાર કરવાનો અધિકાર છીનવી શકાય નહી.