- આ નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવાયો હતો જેને 14 એપ્રિલ (ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ)ના રોજ અમલી બનાવાયો છે.
- આ નિર્ણય મુજબ દિલ્હીના નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય કરાયું છે જેમાં દેશના તમામ પ્રધાનમંત્રીઓની યાદગીરીઓને સાચવીને રખાશે.
- ઉલ્લેખનીય છે કે હાલની મોદી સરકાર દ્વારા કેન્દ્રમાં ચાલતી અનેક યોજનાઓમાંથી ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરું અને ઇંદિરા ગાંધીનું નામ હટાવીને તેને બદલવામાં આવ્યું છે, આ પ્રકારના નામકરણમાં રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ બદલીને ઑગષ્ટ, 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન કરાયું હતું, ઇંદિરા આવાસ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરાયું હતું, ઇંદિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને 2017થી પ્રધાનમંત્રી માતૃત્વ વંદના કરાયું હતું, રાજીવ ગામ્રીણ વિદ્યુતીકરણ યોજનાને જુલાઇ, 2015માં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કરાયું હતું, રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને સરદર પટેલ રાષ્ટ્રીય શહેર આવાસ મિશન કરાયું હતું, જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીકરણ મિશનનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાશ યોજના (શહેરી) કાયાકલ્પ અટલ મિશન કરાયું હતું, રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને પંચાયત સશક્તિકરણ યોજના કરાયું હતું, રાજીવ ગાંધી ખેલ અભિયાનનું નામ બદલીને ખેલો ઇન્ડિયા કરાયું હતું તેમજ રાજીવ ગાંધી ફેલોશિપ યોજનાનું નામ બદલીને તેને નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટ વિથ ડિસેબિલિટીઝ કરાયું હતું.