- અમેરિકાની ટ્રેડ એન્ડ ફિલ્ડના ઇતિહાસની સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનાર મહિલા એથ્લીટ એલિસન ફેલિક્સે વર્ષ 2022ની સિઝન બાદ ટ્રેક અને ફિલ્ડની કારકિર્દીમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે.
- તેણીએ વર્ષ 2021ની ટોક્યો ઓલિમ્પિકમાં 400 મીટરમાં બ્રોન્ઝ તેમજ 4 x 400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો હતો જે તેના ક્રમાનુસાર 10મો તેમજ 11મો ઓલિમ્પિક મેડલ હતો.
- તેણીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિક્રમી 13 ગોલ્ડ સહિત કુલ 18 મેડલ્સ જીત્યા છે.
- તેણી હાલ વિશ્વ રેકોર્ડમાં ફિનલેન્ડના પાર્વો નુર્મી કરતા માત્ર એક મેડલ પાછળ છે જેના 1920 થી 1928 દરમિયાન 12 મેડલ્સ છે.