- Animation, Visual Effects, Gaming & Comics (EVGS) નામના આ ટાસ્ક ફોર્સનું ગઠન કેન્દ્રના સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કરાયું છે.
- આ ટાસ્ક ફોર્સના ગઠનની જાહેરાત કેન્દ્રીય બજેટના ભાષણમાં જ કરવામાં આવી હતી.
- આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ રહેશે તેમજ અન્ય સદસ્યોમાં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, શિક્ષણ મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયના સચિવ તેમજ ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર વિભાગના સચિવ રહેશે.
- આ ટાસ્ક ફોર્સ 90 દિવસમાં નીચે આપેલ મુદ્દાઓ પર પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે.
- રાષ્ટ્રીય AVGC નીતિ તૈયાર કરવી.
- AVGCથી સંબંધિત ક્ષેત્રોમાં સ્નાતક, સ્નાતક બાદ તેમજ ડૉક્ટરેટ પાઠ્યક્રમો માટે રાષ્ટ્રીય પાઠ્યક્રમના માળખાની ભલામણ કરવી.
- શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રો અને ઉદ્યોગના સહયોગથી તેને સરળ બનાવવા. - રોજગારના અવસરોને પ્રોત્સાહન આપવું.
- ભારતીય AVGC ઉદ્યોગની વૈશ્વિક પહોંચ વધારવા માટે પ્રચાર અને બજાર વિકાસ ગતિવિધિઓને સરળ બનાવવી.
- AVGCમાં FDIને આકર્ષિત કરવા માટે નિર્યાતમાં વૃદ્ધિ અને તેને પ્રોત્સાહન આપવા માટે ભલામણ કરવી.