- આ રિપોર્ટ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયો છે.
- આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધોરણ 8 થી 10માં ભણતા માત્ર 13 થી 15 વર્ષના બાળકોમાં 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થીનીઓ તમાકુના બંધાણી છે તેમજ 5.1 બાળકો સિગારેટ ફૂંકે છે!!!
- રિપોર્ટ મુજબ 17.6% વિદ્યાર્થીઓ ઘરમાં જ છુપાઇને ધુમ્રપાન કરે છે જેમાં 6.1% ગામડાઓમાં તેમજ 3.3% શહેરના વિદ્યાર્થીઓ સામેલ છે.
- 40% વિદ્યાર્થીઓએ એક વર્ષમાં તમાકુ છોડવાનો પ્રયાસ પણ કર્યો છે જેમાંથી 32% વિદ્યાર્થીઓએ પરિવારની નારાજગી બાદ ધુમ્રપાન છોડ્યું છે.
- બાળકોને વ્યસન છોડાવવા માટે સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષોમાં 5,050 તમાકુ વિરોધી કાર્યક્રમો યોજી 9 લાખથી વધુ બાળકોને ધુમ્રપાન છોડવા પ્રોત્સાહિત કરાયા છે.
- આ સિવાય 11 સપ્ટેમ્બર, 2012થી ગુજરાત રાજ્યમાં ગુટકા અને તમાકુ પર પ્રતિબંધ છે!!!!!
- રાજ્ય સરકારે તમાકુ નિયંત્રણ અધિનિયમ, 2003 મુજબ રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકામાં ફેબ્રુઆરી, 2022 સુધીમાં 4,74,577 વ્યક્તિઓ પાસેથી રુ. 4 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.