ભારતને UN ECOSOC ના ચાર એકમો માટે ચુંટવામાં આવ્યું.

  • સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા United Nations Economic and Social Council (ECOSOC) ના ચાર એકમો માટે ભારતની પસંદગી કરવામાં આવી છે.
  • આ ચાર એકમોમાં સામાજિક વિકાસ આયોગ, ગૈર સરકારી સંગઠનોની સમિતિ, વિકાસ માટે વિજ્ઞાન અને ટેકોનોલોજી આયોગ સામેલ છે.
  • આ સિવાય રાજદૂત પ્રીતિ સરનને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ માટે ફરીવાર ચુંટવામાં આવી છે.
  • UN ECOSOC એ વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત પદ્ધતિના છ પ્રમુખ અંગોમાંથી એક છે જેમાં ચુંટાયેલા 54 સદસ્ય દેશો સામેલ છે.
  • UN ECOSOCની સ્થાપના 26 જૂન, 1945ના રોજ કરવામાં આવી હતી જેની શરુઆતમાં માત્ર 18 દેશો સદસ્ય હતા.
  • 1965માં આ સદસ્યોની સંખ્યા વધારીને 27 કરવામાં આવી તેમજ 1971માં તેની સંખ્યા 54 કરવામાં આવી હતી.
  • હાલ 54 સદસ્યોમાં આફ્રિકાના 14, એશિયા-પ્રશાંતના 11, પૂર્વ યુરોપના 6, લેટિન, અમેરિકા અને કેરેબિયાના 10 તેમજ પશ્ચિમ યુરોપના 13નો સમાવેશ થાય છે.
UN ECOSOC bodies

Post a Comment

Previous Post Next Post