- આ રેન્કિંગમાં વિવિધ દેશો દ્વારા કોરોના મહામારીમાં સરકારો દ્વારા લેવાયેલા પગલાઓને ધ્યાને રાખીને ક્રમ અપાયો છે.
- આ રેન્કિંગ માટે કુલ 11 શ્રેણીઓ પર મળેલ પોઇન્ટના આધારે કોરોનાથી રિકવરીને 4 અલગ અલગ રીતે જોવામાં આવી છે જેમાં પ્રતિ સેકન્ડ પર વેક્સિનના ડોઝની સંખ્યા, લૉકડાઉનની કઠોરતા, ફ્લાઇટ કેપેસિટી અને વેક્સિનેશન ટ્રાવેલ રૂટનો સમાવેશ થાય છે.
- આ રેન્કિંગમાં 83.1 સ્કોર સાથે પ્રથમ સ્થાન નોર્વે ને અપાયું છે.
- ત્યારબાદ ક્રમાનુસાર આયર્લેન્ડ, UAE, ડેન્માર્ક, સ્વીડન, નેધરલેન્ડ્સ, સ્વિટ્ઝર્લેન્ડ, સાઉદી અરેબિયા, સિંગાપોર અને બેલ્જિયમનો સમાવેશ થાય છે.
- ભારત આ યાદીમાં ગયા વર્ષની જેમ 37 માં સ્થાન પર યથાવત રહ્યું છે.
- ભારતના પાડોશી દેશોમાં બાંગ્લાદેશ 26માં ક્રમે, પાકિસ્તાન 50માં ક્રમ પર, ચીન 51માં ક્રમ પર સમાવેશ કરાયો છે.