- Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા વિશ્વના રક્ષા ખર્ચ બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેના મુજબ સમગ્ર વિશ્વનો રક્ષા ખર્ચ 162 લાખ કરોડને પણ પાર થઇ ગયો છે!
- આ રકમમાં 62% હિસ્સો ફક્ત અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનો છે.
- આ યાદી મુજબ સંરક્ષણ બાબતે સૌથી વધુ ખર્ચ કરવામાં ક્રમાનુસાર અમેરિકા (61.43 લાખ કરોડ રુપિયા), ચીન (22.47 લાખ કરોડ રુપિયા), ભારત (5.87 લાખ કરોડ રુપિયા), બ્રિટન (5.24 લાખ કરોડ રુપિયા), રશિયા (5.05 લાખ કરોડ રુપિયા), સાઉદી અરબ (4.26 લાખ કરોડ રુપિયા), જાપાન (4.14 લાખ કરોડ રુપિયા) અને ઓસ્ટ્રેલિયા (2.43 લાખ કરોડ રુપિયા)નો સમાવેશ થાય છે.
- ભારતનો રક્ષા ખર્ચ ગયા વર્ષ કરતા 0.9% વધ્યો છે જ્યારે ચીનનો ખર્ચ ગયા વર્ષની તુલનાએ 4.7% વધ્યો છે.
- ભારત આ યાદીમાં વર્ષ 2018માં 5માં ક્રમે હતું જ્યારે 2021માં અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમ પર પહોંચ્યું છે.