- ગુજરાત રાજ્યની જૂનાગઢ જિલ્લા પંચાયત રાજ્યની એવી પ્રથમ પંચાયત બની છે જે સોલારથી વીજળી મેળવતી હોય.
- જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે 68 કિલો વૉટની સોલાર સિસ્ટમ લગાવાયું છે જેના દ્વારા આ વીજળી મેળવાઇ રહી છે.
- આ સોલાર સિસ્ટમ 24 લાખના ખર્ચે લગાવવામાં આવી હતી જેના દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયતને દર વર્ષે 9 થી 10 લાખનો ફાયદો થશે.
- આ સિવાય આ સિસ્ટમ લગાવવાથી દર વર્ષે લગભગ 2000 ટનથી પણ વધુ કાર્બન ઉત્સર્જનને અટકાવી શકાશે.